કચ્છ: કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન એક યુવકને કેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે ડ્રગ્સ અને મોબાઇલ સહિત કુલ ₹55,120નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના ભુતીયા કોઠા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન તુષાર હિતેશભાઈ સોનીને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ કરતાં તેની પાસેથી 5.120 ગ્રામ કેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે આરોપીના કબજામાંથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ ₹55,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ આરોપીની ધરપકડ કરીને તેની સામે રાપર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે જપ્ત કરાયેલા ડ્રગ્સનો સ્ત્રોત, સપ્લાય ચેઇન તેમજ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ ચલાવી રહી છે.









