
તિરુપતિ લાડુના ઘી મામલે EDની કાર્યવાહી, પામ ઓઈલ-કેમિકલ્સની ભેળસેળનો દાવો
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદી લાડુમાં વપરાતા ઘીને લઈને તપાસમાં ગંભીર વિગતો સામે આવી હોવાનો EDનો દાવો છે. પ્રવર્તન નિદેશાલય અનુસાર, 2019થી 2024 દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને કથિત રીતે ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું. એજન્સીના જણાવ્યા મુજબ ઘીમાં રિફાઇન્ડ પામ ઓઈલ, પામ કર્નલ ઓઈલ અને પામોલિન જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EDના દાવા મુજબ, આ વનસ્પતિ તેલના મિશ્રણને ઘી જેવું સ્વરૂપ આપવા માટે એમજી-90, મોનોગ્લિસરાઈડ્સ, માયવેસિટ સોફ્ટ 400 અને એસિટિક એસિડ એસ્ટર સહિતના વિવિધ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં












