અંબાજી મેળામાં માઈભક્તો માટે સરકારની ખાસ વ્યવસ્થા, રેસ્ટ શેલ્ટરથી મેડિકલ સુવિધા સુધીની તૈયારી

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો માઈભક્તો પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. યાત્રાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા રેસ્ટ શેલ્ટર, ફ્રી ફૂડ, પીવાનું પાણી, આરોગ્યસેવા, ટોઇલેટ અને સુરક્ષા સહિતની અનેક કામચલાઉ સુવિધાઓ ઊભી કરાઈ છે.

કુલ 12,300 ચોરસ મીટર વિસ્તારમાં રેસ્ટ શેલ્ટર બનાવાયા છે. હડાદ રૂટના 5 શેલ્ટરમાં 2,776 અને દાંતા રૂટના 2 શેલ્ટરમાં 1,140 યાત્રાળુઓ માટે બેડની વ્યવસ્થા છે. હડાદ, દાંતા અને ગબ્બર રૂટ પર 30 વોટર પેગોડા તથા વિવિધ રૂટ પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.

માઈભક્તોને તબીબી સહાય માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ તથા લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત રહેશે. દાંતા અને ગબ્બર રૂટ પર ફ્રી ફૂડ શેલ્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

Leave a Comment

Traffic Tail