અમીન માર્ગ પર ગેરકાયદે બાંધકામની ફરિયાદ છતાં કામગીરી નહીં

વોર્ડ નં. 8માં પાયલ ડેરી પાછળ મંજૂરી વિના બાંધકામનો આક્ષેપ, સ્થાનિકોની ફરિયાદ બાદ પણ કામ ચાલુ હોવાનો દાવો

રાજકોટના વોર્ડ નંબર 8માં અમીન માર્ગ પર પાયલ ડેરી પાછળ શ્રીજી ડ્રાયફ્રૂટ્સની ઉપર મંજૂરી વિના બાંધકામ થઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામ અંગે સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કામગીરી અટકાવવામાં આવી નથી અને બાંધકામનું કામ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સ્થાનિકો દ્વારા બાંધકામની મંજૂરી સહિતના દસ્તાવેજોની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ બાદ પણ જો બાંધકામ ચાલુ રહેતું હોય તો સંબંધિત વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર મામલે ટીપી બ્રાન્ચ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં અને બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે. સ્થાનિકોમાં ગેરકાયદે બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Leave a Comment

Traffic Tail