વિદેશ પ્રવાસે જનાર માટે એરપોર્ટ પર ‘ડિજી યાત્રા’ની સુવિધા!

દિલ્હી-મુંબઈ સહિત 5 એરપોર્ટથી શરૂઆત, ફેસ સ્કેનથી ટર્મિનલથી બોર્ડિંગ સુધીની પ્રક્રિયા થશે સરળ

નવી દિલ્હી: એરપોર્ટ પર લાંબી કતારો અને વારંવાર ઓળખપત્ર બતાવવાની પ્રક્રિયામાંથી મુસાફરોને રાહત આપવા માટે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પણ ડિજી યાત્રા શરૂ કરવાની તૈયારી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન પસંદગીના એરપોર્ટ પર તેનું ટ્રાયલ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોચી અને હૈદરાબાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ડિપાર્ચર માટે સુવિધા શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં ટર્મિનલ એન્ટ્રી, સિક્યુરિટી અને બોર્ડિંગ ગેટ પર ડિજી યાત્રાનો ઉપયોગ કરી શકાશે. જોકે, ઈમિગ્રેશન પ્રક્રિયા હાલની જેમ જ રહેશે.

ઈ-પાસપોર્ટ ધરાવતા મુસાફરો પાસપોર્ટનો પ્રથમ પેજ સ્કેન કર્યા બાદ ફોનની મદદથી તેમાં રહેલી ચિપ રીડ કરશે. ત્યારબાદ ચિપમાં રહેલા ફોટોગ્રાફ અને સેલ્ફીનું મેચિંગ કરીને મુસાફરની ડિજિટલ ઓળખ ચકાસવામાં આવશે.

ડિજી યાત્રાનો ઉપયોગ કરવા માટે મુસાફરે એપ ડાઉનલોડ કરીને સરકારી ID અથવા ઈ-પાસપોર્ટની વિગતો અપડેટ કરવાની રહેશે. એરપોર્ટ પર ફેસ સ્કેનિંગ દ્વારા ઓળખની ચકાસણી થયા બાદ સિક્યુરિટીથી બોર્ડિંગ ગેટ સુધીની પ્રક્રિયા વધુ સરળ બનશે. આગામી સમયમાં સામાનના ડિજિટલ મેનેજમેન્ટમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail