તેલ-ગેસની અછત સર્જાય તો ભાવમાં મોટો ઉછાળો આવવાની પાકિસ્તાન સરકારની આશંકા
પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે પેટ્રોલિયમના ભાવને લઈને ચિંતા વધી છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ચેતવણી આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે કે જો દેશમાં તેલ અને ગેસની અછત સર્જાય તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 1,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી શકે છે.
મધ્યપૂર્વમાં વધતા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પાકિસ્તાન પર પણ દબાણ વધ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ અગાઉથી જ નોંધપાત્ર રીતે વધી ચૂક્યા છે.
હાલ અહેવાલ મુજબ પાકિસ્તાનમાં પેટ્રોલ 389.14 રૂપિયા અને ડીઝલ 424.04 રૂપિયા પ્રતિ લીટર છે. ભાવમાં વધુ વધારો અટકાવવા અને પુરવઠો જાળવવા સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.








