સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતિન ભરાડે અને રાજકોટ મંડળના પ્રમુખ અવધેશ કાનગડે સંયુક્ત સ્તરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં લેવાનારી પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. જો શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબ થશે, તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે રિવિઝન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો છે









