મુંબઈ એરપોર્ટ પર કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, મોડલ હર્ષા સનીની ધરપકડ

Chhatrapati Shivaji Maharaj International Airport પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં 2025ની ‘મિસીસ કેરળ’ સ્પર્ધક અને 28 વર્ષીય મોડલ Harsha Sunnyની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી મુજબ, બેંગકોકથી મુંબઈ પહોંચેલી હર્ષા સનીની કસ્ટમ્સ અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમની ટ્રોલી બેગમાંથી 12 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 11.82 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે અને માદક પદાર્થોની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail