નવા પેકેજિંગ નિયમો લાગુ, પ્રાણીજન્ય ઘટકો ધરાવતા ઉત્પાદનોની અલગથી ઓળખ થશે
સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ સહિત વિવિધ કોસ્મેટિક અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના પેકેજિંગ પર હવે વેજિટેરિયન અને નોનવેજિટેરિયનની ઓળખ દર્શાવવી ફરજિયાત રહેશે.
નવા નિયમ હેઠળ ઉત્પાદનના કાચા માલમાં પ્રાણીજન્ય ઘટકોનો ઉપયોગ થયો છે કે નહીં તેની ઓળખ પેકેજિંગ પર નિર્ધારિત ચિહ્નથી કરવી પડશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને ઉત્પાદન ખરીદતા પહેલાં તેની પ્રકૃતિ અંગે સરળતાથી માહિતી મળી શકશે.









