બોટાદ: સાળંગપુર ધામને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક

Salangpur Hanumanji Mandir માટે મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે સાળંગપુર ધામને કૉપીરાઇટ અને ટ્રેડમાર્કનું સત્તાવાર સંરક્ષણ પ્રાપ્ત થયું છે.

‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાતી આગવી ઓળખને ટ્રેડમાર્ક અને કૉપીરાઇટ સુરક્ષા આપવામાં આવી છે. ઉપરાંત, ધામમાં સ્થાપિત હનુમાનજીના વિવિધ દિવ્ય સ્વરૂપો અને તેમની સાથે જોડાયેલી વિશિષ્ટ કલાત્મક રચનાઓને પણ કૉપીરાઇટનું સંરક્ષણ મળ્યું છે.

આ પગલાથી સાળંગપુર ધામની આગવી ઓળખ, ધાર્મિક પ્રતીકો અને કલાત્મક કૃતિઓના અનધિકૃત ઉપયોગ સામે કાનૂની સુરક્ષા મળશે. ધામના સંચાલકોના જણાવ્યા અનુસાર, આ સંરક્ષણથી સંસ્થાની બૌદ્ધિક સંપત્તિ અને ધાર્મિક વારસાનું જતન વધુ મજબૂત બનશે.

Leave a Comment

Traffic Tail