ગુજરાતના નવા DGP જી.એસ. મલિકે સંભાળ્યો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું સ્વાગત

ગુજરાત પોલીસના નવા વડા તરીકે નિયુક્ત થયેલા જી.એસ. મલિકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા જી.એસ. મલિકની રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
Image

ચાર્જ સંભાળતા પહેલાં ગુજરાત પોલીસ દ્વારા નવા DGP જી.એસ. મલિકને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Image
રાજ્યના ઈન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવે નવા DGP જી.એસ. મલિકનું સ્વાગત કરી તેમને સત્તાનો કાર્યભાર સોંપ્યો હતો. સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા દરમિયાન બંને અધિકારીઓ વચ્ચે શુભેચ્છા મુલાકાત પણ યોજાઈ હતી.

જી.એસ. મલિક લાંબા સમયથી પોલીસ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેની તેમની કામગીરીને પણ નોંધપાત્ર માનવામાં આવે છે.

રાજ્યના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા પર તેમનું વિશેષ ધ્યાન રહેશે.
Image

Leave a Comment

Traffic Tail