સાત વર્ષ બાદ શી જિનપિંગનું ભારત આગમન : 67 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ સાથે

લગભગ સાત વર્ષના અંતરાલ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જિનપિંગ સાથે ચીનનું 67 સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ પણ ભારત પહોંચશે. આ પ્રતિનિધિમંડળમાં ચીનના અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ હોવાથી મુલાકાતનું વ્યાપારી મહત્વ પણ વધી ગયું છે.

જિનપિંગની ભારત મુલાકાત અંગે ચીને છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. ચીનના વ્યાપારી પ્રતિનિધિમંડળે દિલ્હી પહોંચવાના માત્ર 24 કલાક અગાઉ વિઝા માટે અરજી કરી હતી. જેના પગલે વિદેશ મંત્રાલયે વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા મોડી રાત સુધી કામગીરી કરી હતી.

જિનપિંગ આવતીકાલે બપોરે ભારત પહોંચશે. સાંજે 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BRICS દેશોના મહાનુભાવો માટે આયોજિત ભોજન સમારંભમાં તેઓ હાજરી આપશે.

ચીનના 67 સભ્યોના પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી વાંગ યી ઉપરાંત પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તથા જિનપિંગના નજીકના સાથી ગણાતા નેતાનો પણ સમાવેશ છે.

મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથેની આ મુલાકાતને કારણે શિખર બેઠક દરમિયાન ભારત-ચીન વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક કરારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail