પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હિંસક અથડામણ, 11ના મોત અને 70થી વધુ ઘાયલ

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK)માં સ્થિતિ તંગ બની છે. વિવિધ માંગણીઓ અને સ્થાનિક મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાં પ્રદર્શનકારીઓ ઉપરાંત સુરક્ષાદળોના કેટલાક જવાનો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સ્થિતિ બેકાબૂ બનતાં સુરક્ષાદળોએ ભીડને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail