વડોદરા: શહેર એલસીબી (LCB)ની ટીમે નારેશ્વર રોડ પર સાંસરોદ નજીક મોટી કાર્યવાહી હાથ ધરી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસને ભરૂચથી નારેશ્વર તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે કન્ટેનરને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂ.9.86 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી લીધો હતો.
કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે. દારૂ અને કન્ટેનર સહિત કુલ રૂ.14.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં કન્ટેનર ચાલક દાનીશખાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









