UPIના નાણાકીય વ્યવહારો પર લાગી શકે છે 0.5% ચાર્જ

મ્યુચ્યુઅલ ફંડ-શેરબજારના પેમેન્ટ પર MDRની દરખાસ્ત, સામાન્ય UPI પેમેન્ટ ફ્રી રહેશે

નવી દિલ્હી: સામાન્ય લોકોના રોજિંદા UPI પેમેન્ટ પર સીધો ચાર્જ નહીં લાગે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને વેલ્થ મેનેજમેન્ટના વ્યવહારો પર ચાર્જ લગાડવાની તૈયારી છે.

રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના નિવેદન બાદ નાણાકીય સેવાઓ સાથે જોડાયેલા UPI વ્યવહારોને ચાર્જ-પાત્ર બનાવવાની ચર્ચા તેજ બની છે.

દરખાસ્ત મુજબ રૂ.2,000થી વધુના મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.5% MDR વસૂલાઈ શકે છે. તેની અસર સ્ટોક બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ અને વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ પર પડી શકે છે.

UPI ઈકોસિસ્ટમનો વધતો ખર્ચ જોતા ચાર્જનો બોજો આખરે સેવા આપતી સંસ્થાઓ અથવા ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail