સ્વતંત્રતા દિન પહેલાં પાકિસ્તાની હથિયારો સાથે 3 ઝડપાયા

ડ્રોનથી અમૃતસર પહોંચાડાયેલા 4 પિસ્તોલ, 19 કારતૂસ જપ્ત; આતંકી કનેક્શનની તપાસ

ચંદીગઢ: સ્વતંત્રતા દિન પહેલાં ચંદીગઢ પોલીસે પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયેલા હથિયારો સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

આરોપીઓ પાસેથી 4 પિસ્તોલ, 2 મેગેઝીન અને 19 કારતૂસ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓ સ્થાનિક ગેંગસ્ટર સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે અમૃતસરના કકકડ ગામમાં સપ્લાયર સુધી પહોંચ્યા બાદ ગેંગને આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે અજય અને રોહિત સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હથિયારોના સપ્લાયર નિશાન સિંહને ઝડપી લેવા તપાસ ચાલી રહી છે.

હથિયારોનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે થવાનો હતો કે નહીં તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail