Rajkot માં નકલી પોલીસ બની યુવાનો પાસેથી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
University Police Station એ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંને આરોપીઓએ પોતાને Malaviya Police Station ના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા.
માહિતી અનુસાર, ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠેલા ચાર યુવાનોને આરોપીઓએ ધમકાવી ₹50,000ની માંગણી કરી હતી. વિશ્વાસ જીતવા માટે એક આરોપીએ પોલીસ લોગોવાળું જેકેટ પણ પહેર્યું હતું.
આરોપીઓએ પોલીસ કાર્યવાહી અને મારપીટની ધમકી આપીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શંકા જતાં યુવાનોએ તેમની ઓળખ અંગે પૂછપરછ કરતાં તેઓ કોઈ માન્ય ઓળખપત્ર રજૂ કરી શક્યા નહોતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોજશોખ માટે પૈસાની જરૂરિયાતને કારણે બંનેએ આ ગુનો આચર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને તેઓ અન્ય કોઈ સમાન ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે









