ડો. હારદવી સોલંકીને MBBS ડિગ્રી એનાયત, પરિવાર અને શુભેચ્છકોમાં આનંદ

Rajkot ની હારદવી પારૂલબેન પ્રજેશકુમાર સોલંકીને MBBS ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.

ડિગ્રી વિતરણ સમારોહ દરમિયાન Shankar Chaudhary ના હસ્તે ડો. હારદવી સોલંકીને ડોક્ટરની ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી.

ડો. હારદવી સોલંકીના પિતા પ્રજેશ સોલંકી રાજકોટ મહાનગરપાલિકામાં પર્યાવરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે તેમના યોગદાનની આગવી ઓળખ હોવાનું જણાવાય છે.

હારદવી સોલંકીએ MBBS ડિગ્રી પ્રાપ્ત કરતાં તેમના પરિવારજનો, મિત્રો, સ્ટાફ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે.

આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા યુવાનો માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail