કાલથી બ્રિકસ સંમેલન : રવિવારે ઓપન સેશન

દિલ્હીમાં આવતીકાલથી બ્રિકસ શિખર સંમેલનનો પ્રારંભ થશે. સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓનું આગમન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે.

આવતીકાલે બપોરે 2 વાગ્યાથી નેતાઓ ભારત મંડપમ ખાતે પહોંચશે. બપોરે 2:35 કલાકે ક્લોઝ્ડ ડોર બેઠકમાં સંમેલનના એજન્ડા પર ચર્ચા થશે. ત્યારબાદ 4:25 કલાકે ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનની મુલાકાત અને 5:05 કલાકે ફોટો સેશન યોજાશે.

ત્યારબાદ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. સાંજે 7:30 કલાકે વડાપ્રધાન મોદી બ્રિકસ દેશોના રાષ્ટ્રવડાઓના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે.

રવિવારે સવારે 9:55 કલાકે રાષ્ટ્રવડાઓ ફરી ભારત મંડપમ પહોંચશે. ફોટો સેશન બાદ સવારે 10:50 કલાકે બ્રિકસનું પ્રથમ ઓપન સેશન શરૂ થશે. આ દરમિયાન વિવિધ દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

Leave a Comment

Traffic Tail