વડોદરાના સયાજીગંજમાં તેલના ડબ્બાની ચોરી, CCTVમાં ઘટના કેદ

Vadodara ના સયાજીગંજ વિસ્તારમાં આવેલી દર્શનમ ટ્રેડ સેન્ટર–3માં ચોરીની ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, Jeevan Oil World માંથી તેલના ડબ્બાની ચોરી કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલાં બપોરના સમયે બે વ્યક્તિઓ મોટરસાયકલ પર આવી દુકાનમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જણાવાય છે.

ઘટનાનો સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે, જેના આધારે Sayajigunj Police એ તપાસ શરૂ કરી છે.

પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની શોધખોળ કરી રહી છે. ચોરી થયેલા માલની કિંમત અને અન્ય વિગતો અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail