થાઈલેન્ડની સ્કૂલમાં ગોળીબાર: શિક્ષકનું મોત, 10થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ

ધોરણ-8ના વિદ્યાર્થીની કથિત સંડોવણીથી ચકચાર; ઘટનાની તપાસ શરૂ

બેંગકોક: બેંગકોક નજીકના નોન્થાબુરી પ્રાંતની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ઘટનામાં એક શિક્ષકનું મોત થયું છે, જ્યારે 10થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

પ્રાથમિક અહેવાલ મુજબ, ધોરણ-8ના એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેના મોત થયા હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે શાળા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને ગોળીબાર પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail