રામમંદિર ટ્રસ્ટને ક્લીનચીટ: ₹3,300 કરોડના હિસાબમાં ગડબડ નહીં

રોકડ દાનની ગણતરીમાં ચોરી; 6 સિક્યુરિટી કર્મચારીઓ સામે કાર્યવાહી

અયોધ્યા: રામમંદિર ટ્રસ્ટના દાન અને ખર્ચમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે સરકારે જણાવ્યું છે કે ₹3,300 કરોડના હિસાબમાં કોઈ ગડબડ મળી નથી.

સરકાર મુજબ, ગેરરીતિ માત્ર રોકડ દાનની ગણતરી દરમિયાન થયેલી ચોરી સુધી મર્યાદિત હતી. આ કેસમાં SBI તરફથી નિયુક્ત સિક્યુરિટી સર્વિસના 6 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રસ્ટના હિસાબનું સ્વતંત્ર ઓડિટ કરાવવામાં આવ્યું છે. મંદિર નિર્માણ માટે આશરે ₹1,800 કરોડ અને જમીન ખરીદી માટે ₹400 કરોડનો ખર્ચ થયો હતો. સરકારના જણાવ્યા મુજબ આ તમામ વ્યવહારો બેંકિંગ સિસ્ટમ મારફતે થયા હતા.

મંદિર નિર્માણ અને જમીન ખરીદીમાં કોઈ ગોટાળો થયો નથી અને ધરપકડ કરાયેલા લોકો ટ્રસ્ટના કર્મચારી ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

સમગ્ર મામલે વિશેષ ટીમ તપાસ કરી રહી છે. બીજી તરફ, રામમંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત્ છે અને દર મહિને આશરે ₹5 કરોડનું દાન મળતું હોવાનું જણાવાયું છે.

Leave a Comment

Traffic Tail