અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિગતો મુકબ આશારામ આશ્રમ નજીક આવેલા જૂના ગામતળ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત અને JCB મશીનો સાથે સ્થળ પર પહોંચી હતી.
સૂત્રો મુજબ આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ અને શહેરના આધુનિક વિકાસના આયોજનને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.









