GPRB દ્વારા વધુ એક ભરતીનું એલાન: કુલ 159 જગ્યાઓ છે ખાલી

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-2) તેમજ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-2)ની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ ભરતી અંતર્ગત હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની 133 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરની 29 જગ્યાઓ ભરવામાં આવશે.

ભરતી માટે શું હશે શૈક્ષણિક લાયકાત ?

વિગતો મુજબ આ ભરતી માટે ઉમેદવારે ધોરણ-12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત માન્યતા પ્રાપ્ત ITIમાંથી મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડ (MMVT)નું પ્રમાણપત્ર તથા એક વર્ષનું એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્યથા, નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ MMVT ક્ષેત્રમાં ત્રણ વર્ષનું એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો પણ અરજી માટે પાત્ર ગણાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર ભરતી પ્રક્રિયા સંબંધિત જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પાડવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને ભરતી સંબંધિત તમામ નવીનતમ માહિતી માટે GPRBની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખવી જરૂરી છે.

Leave a Comment

Traffic Tail