દુબઈમાં અચાનક ધડાકાઓથી ખળભળાટ: જેબેલ અલી વિસ્તારમાં 20 મિનિટમાં 7 વિસ્ફોટના અહેવાલ

દુબઈ: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે યુએઈના જેબેલ અલી વિસ્તારમાં અચાનક થયેલા શ્રેણીબદ્ધ ધડાકાઓથી ભારે દહેશત ફેલાઈ છે. સ્થાનિક અહેવાલો મુજબ, આશરે 20 મિનિટમાં સાત વિસ્ફોટ જેવા અવાજો સંભળાતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

જેબેલ અલી દુબઈનું મહત્વપૂર્ણ બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક અહેવાલો અનુસાર વીડિયો બનાવનાર બે વ્યક્તિઓને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઔદ્યોગિક વિસ્તારમાં અકસ્માત, ગોડાઉનમાં વિસ્ફોટ અથવા અન્ય સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.

યુએઈના સત્તાવાળાઓ તરફથી હજુ સુધી ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

Leave a Comment

Traffic Tail