પ્રમુખ સૂરજ ડેરે સમાજના વડીલો અને આગેવાનો સાથે ચર્ચા બાદ નિમણૂક પત્ર અર્પણ કર્યો
રાજકોટ: રાજકોટ આહીર સેનાના પ્રમુખ સૂરજ ડેર દ્વારા સમાજના વડીલો અને આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવા મહામંત્રીની વરણી કરવામાં આવી છે.
આ પ્રસંગે પ્રમુખ સૂરજ ડેરે મહામંત્રીને નિમણૂક પત્ર અર્પણ કરી નવી જવાબદારી સોંપી હતી. સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી સમયમાં વિવિધ પ્રયાસો કરવામાં આવશે.
આહીર સમાજના સામાજિક ઉત્કર્ષ, વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે જરૂરિયાતમંદ લોકો સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
નવા મહામંત્રી તથા પ્રમુખ સૂરજ ડેરે સમાજના હિતમાં એકજૂથ થઈને કાર્ય કરવાની અને સામાજિક વિકાસની જ્યોત વધુ પ્રજ્વલિત કરવાની ખાતરી વ્યક્ત કરી હતી.
આ વરણીને પગલે સમાજના આગેવાનો અને કાર્યકરોએ નવા મહામંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.









