રાજકોટમાં દારૂના ધંધા સામે પોલીસની તવાઈ

બોલબાલા માર્ગ પરથી દારૂ ભરેલી બલેનો ઝડપાઈ : બે બુટલેગર સહિત 6 શખ્સોની ધરપકડ

રાજકોટ શહેરમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. PCBની ટીમે બોલબાલા માર્ગ પરથી દારૂ ભરેલી બલેનો કાર ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં થયેલી કાર્યવાહીમાં દારૂ સાથે વધુ ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી PCB PI એમ.આર. ગોંડલિયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે બોલબાલા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી બલેનો કાર ઝડપી ફારુક ઉર્ફે ફારકોં મજીદ સાંજી (ઉ.વ.35) અને **જયસુખ કેશુ મકવાણા (ઉ.વ.26)**ની ધરપકડ કરી હતી. બંને પાસેથી 36 દારૂની બોટલ, બલેનો કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય વિસ્તારોમાં પણ પોલીસના દરોડા

B ડિવિઝન પોલીસે 4 દારૂની બોટલ સાથે નિલેશ પ્રવીણ રામાવતને ઝડપી લીધો હતો.

માલવિયાનગર પોલીસની ટીમે બાલાજી હોલ નજીકથી 26 દારૂની બોટલ સાથે રાહુલ મુળજી ધમ્મરને ઝડપી પાડ્યો હતો. જ્યારે આનંદ બંગલા ચોક નજીકથી અજય અશોક વાળાની પણ દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

નાના મવા મેઈન રોડ પર નહેરુનગર પ્રાઇવેટ માલધારી ચોક પાસેથી ઉત્સવ તુષાર રાજકોટિયાને દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આમ, વિવિધ વિસ્તારોમાં થયેલી પોલીસ કાર્યવાહીમાં કુલ 6 શખ્સો ઝડપાયા છે. પોલીસે દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail