‘વંદે માતરમ’ના નારાથી ગુંજી બેઠક, NDAએ એકતાનો સંદેશ આપ્યો
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી NDAની મંગલ મિલન બેઠકમાં PM નરેન્દ્ર મોદી સહિત NDAના સાંસદોએ તિરંગો લહેરાવ્યો હતો.
બેઠક દરમિયાન ‘વંદે માતરમ’ અને ‘હર હર મહાદેવ’ના નારા ગુંજી ઉઠ્યા હતા અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તિરંગા સાથેના આ કાર્યક્રમ દ્વારા NDAની એકતા અને દેશભક્તિનો સંદેશ આપવાનો પ્રયાસ થયો હતો.









