એશિયન ગેમ્સ 2026 : ભારતની ટેકબોલ ખેલાડી ક્વિંસી ડિસોઝાને મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાની ઇમા સુમાયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સુમાયાએ ક્વિંસીને 12-7, 9-12, 7-12થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ક્વિંસીએ પ્રથમ સેટમાં 12-7થી જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજા સેટમાં ઇન્ડોનેશિયન ખેલાડીએ 12-9થી વાપસી કરી હતી. નિર્ણાયક ત્રીજા સેટમાં ક્વિંસીએ શરૂઆતમાં 3-0ની લીડ મેળવી હતી, પરંતુ સુમાયાએ સતત પોઈન્ટ મેળવીને સેટ 12-7થી જીતી લીધો હતો.
સેમિફાઇનલમાં જીત મેળવી હોત તો ક્વિંસીનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ જાત. હવે બ્રોન્ઝ મેડલ માટે તેનો મુકાબલો રવિવારે જાપાનની વિઉના સકામોટો સામે થશે.
ગ્રુપ-એમાં ક્વિંસીએ જાપાન અને કમ્બોડિયાની ખેલાડીઓને હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. જોકે, મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં પણ ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે.








