કોલંબિયામાં 7.4ના ભૂકંપથી હાહાકાર: 132નાં મોત, 2 હજારથી વધુ લાપતા

570થી વધુ ઘાયલ, 37 ઈમારતો ધરાશાયી; કાટમાળમાં રેસ્ક્યૂ ઓપરેશન

બોગોટા: કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. બોગોટા સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભૂકંપમાં અત્યાર સુધીમાં 132 લોકોનાં મોત થયા છે, જ્યારે 570થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ 2,000થી વધુ લોકો લાપતા હોવાની માહિતી છે.

ભૂકંપના કારણે 1,577થી વધુ મકાનોને નુકસાન થયું છે અને 37 ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક શાળા અને આરોગ્ય કેન્દ્રોને પણ નુકસાન પહોંચ્યું છે.

ભૂકંપ બાદ 21 આફ્ટરશોક્સ નોંધાયા છે. સેના અને ફાયર બ્રિગેડની ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.

કોલંબિયાની મદદ માટે અમેરિકાએ 1.55 કરોડ ડોલરની રાહત સહાય જાહેર કરી છે, જ્યારે ઇક્વાડોરે બચાવ ટીમો અને સાધનો મોકલવાની તૈયારી દર્શાવી છે.

હાલમાં લાપતા લોકોને શોધી કાઢવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડવા માટે મોટા પાયે કામગીરી ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail