અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ડાયCM હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માની મોડી રાત સુધી બેઠક
નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અચાનક દિલ્હી મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.
તિરંગા યાત્રા પૂર્ણ કર્યા બાદ ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને ગરવી ગુજરાત ખાતે ગુજરાત ભાજપના સાંસદો સાથે બેઠક કરી હતી. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા.
મળતી માહિતી મુજબ, બેઠક મોડી રાત સુધી ચાલી હતી. ગુજરાત તથા રાષ્ટ્રીય રાજકારણ, સંસદમાં સરકારના મહત્વના એજન્ડા અને સંગઠન સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં હાલ કોઈ મોટો રાજકીય પડકાર ન હોવા છતાં ટોચના નેતૃત્વની અચાનક દિલ્હી મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. હવે આ બેઠક બાદ ગુજરાતમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અથવા રાજકીય ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.









