મોદીના સહપાઠીના જમીન વિવાદનો અંત! ભાજપના ધારાસભ્યની કંપનીએ પ્લોટ પરનો દાવો પાછો ખેંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 81 વર્ષીય સહપાઠી અસગરઅલી વોરાએ જમીન વિવાદ અંગે 8 સપ્ટેમ્બરે મોદીની મુલાકાત લીધી હતી. વોરાનો દાવો હતો કે ભાયંદર ઈસ્ટના નવઘરમાં 2,810 ચોરસ મીટરનો પ્લોટ તેમણે 1989માં ખરીદ્યો હતો.

વોરાના જણાવ્યા મુજબ, 2011માં બે કંપનીઓએ આ પ્લોટ પર કબજો મેળવી બાંધકામ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. આ કંપનીઓ મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલી હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ કંપનીએ 13 જૂન, 2019ના રોજ પ્લોટ કાયદેસર રીતે ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો.

વોરાએ કથિત બનાવટી દસ્તાવેજો અંગે 2015માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ લાંબા સમય સુધી વિવાદનો ઉકેલ આવ્યો નહોતો.

મોદીને મળ્યા બાદ કંપનીએ પ્લોટ પરનો દાવો પાછો ખેંચવાની અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની જાણ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવાયું છે. બંને પક્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદો પણ પાછી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Leave a Comment

Traffic Tail