લોસ એન્જલસમાં ભયાનક અકસ્માત, વાહનોની ટક્કર બાદ હેલિકોપ્ટર પણ ક્રેશ

લોસ એન્જલસમાં એક પછી એક અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં કાર અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ નજીકના હેલિકોપ્ટર પાર્કિંગ વિસ્તારમાં લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર ક્રેશ થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી.

હેલિકોપ્ટર ક્રેશ થતાં તે કેટલાક વાહનો પર પડ્યું હતું, જેના કારણે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ફાયર ફાઇટરો પહોંચ્યા હતા અને આશરે 50 ફાયર ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હેલિકોપ્ટરમાં એક વ્યક્તિ સવાર હોવાનું જાણવા મળ્યું છે, જે ઈજાગ્રસ્ત બન્યો હતો. સમગ્ર ઘટનામાં કુલ ત્રણ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્મતને કારણે મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને પગલે વિસ્તારમાં વાહન વ્યવહાર લગભગ ચાર કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો.

Leave a Comment

Traffic Tail