રાજકોટ નાં ગીચ વિસ્તાર માં ફાયર સેફટી અંગે મેયર ની તાકીદ

રાજકોટ શહેરના સોની બજાર, રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર, પરા બજાર, દાણાપીઠ સહિતના ગીચ વિસ્તારોમાં આગની ઘટનાઓ દરમિયાન ફાયર બ્રિગેડને સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ફાયર સેફટી સંબંધિત કાયદા અને નિયમો જેમ કે “NBC Part-4 Life and Fire Safety”, ગુજરાત સરકારના વર્ષ-2023 ના ગેઝેટ તથા શેડ્યુલ-3 મુજબની જોગવાઈઓ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તેમજ આવા વિસ્તારોમાં જરૂરી ફાયર સેફટી સાધનો ઉપલબ્ધ રાખી ફાયર એનઓસીની પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે હેતુસર માનનીય મેયરશ્રી ડૉ. નેહલ શુક્લની અધ્યક્ષતા માં બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે

રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલ “દિયા ગોલ્ડ પોલિશિંગ” નામના એકમમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર અને સઘન કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી તથા કોઈ જાનહાની નોંધાઈ નથી.

ઉક્ત ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિલકતના બાંધકામ અને ઉપયોગ અંગે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની આવશ્યકતા જણાતા સંબંધિત મિલકતધારક/સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા શહેરની સુરક્ષા, સુવ્યવસ્થિત વિકાસ અને નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કામગીરી કરી રહી છે.

Leave a Comment

Traffic Tail