લૂંટેલા બકરાં વેચીને કપડાં-બૂટ ખરીદ્યા, દમણ ફરવાની બનાવી હતી યોજના
વડોદરા: વડોદરા જિલ્લાના કરચીયા ગામમાં થયેલી આધેડની હત્યાનો ભેદ સાવલી પોલીસે ઉકેલી લીધો છે. તપાસમાં સામે આવ્યું છે કે બકરાં લૂંટવાના ઈરાદે સગીરે આધેડ પર લાકડી વડે હુમલો કરી હત્યા કરી હતી.
પોલીસ તપાસ મુજબ, આરોપી સગીરે લૂંટેલા બકરાં વેચીને મળેલી રકમમાંથી નવા કપડાં અને બૂટ ખરીદ્યા હતા. તેમજ બાકી રહેલા પૈસાથી દમણ ફરવા જવાની યોજના બનાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાવલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ તથા અન્ય પુરાવાના આધારે સગીરને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
આ મામલે પોલીસે સગીર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે લૂંટના મુદ્દે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહી છે.









