કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સરકારી બસોના રંગને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં નવા રંગની કેટલીક સરકારી બસો માર્ગ પર જોવા મળતાં બસોના કલરમાં ફેરફારને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે.
ભૂતકાળમાં ડાબેરી સરકારના સમયમાં સરકારી બસો મુખ્યત્વે લાલ રંગમાં સંચાલિત થતી હતી. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસની સરકાર દરમિયાન બસોના રંગમાં ફેરફાર કરીને વાદળી અને સફેદ રંગ અપનાવવામાં આવ્યો હતો.
હાલમાં કેટલીક બસો કેસરીયા (ભગવા) રંગમાં જોવા મળતાં ફરી એક વખત બસોના કલરને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે, રાજ્યના પરિવહન વિભાગ તરફથી તમામ બસોના રંગમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત અથવા પુષ્ટિ કરવામાં આવી નથી.
આ મુદ્દે રાજકીય વર્તુળોમાં અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે અધિકૃત સ્પષ્ટતા બાદ જ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.









