ચમોલીમાં પૂરનો કહેર: લોખંડનો બ્રિજ તણાયો, વાહન વ્યવહાર બંધ

તમક નાળામાં ધસમસતા પૂરમાં 123 BRTFનો વૈલી બ્રિજ તણાયો; એક વ્યક્તિ-વાહન તણાયા હોવાની આશંકા

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ તમક નાળામાં અચાનક પૂર આવ્યું હતું. ધસમસતા પાણીમાં 123 BRTF દ્વારા બનાવવામાં આવેલો લોખંડનો વૈલી બ્રિજ તણાઈ ગયો હતો.

બ્રિજ તણાઈ જતાં મલારી ગામથી આગળનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. પૂરના પ્રવાહમાં એક વ્યક્તિ અને એક વાહન તણાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે.

ઘટના બાદ SDRF અને NDRFની ટીમોને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. તણાઈ ગયેલા વ્યક્તિ અને વાહનની શોધખોળ હાથ ધરાઈ રહી છે.

Leave a Comment

Traffic Tail