વડોદરામાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક ટક્કરમાં 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Vadodara માં કોટંબી સ્ટેડિયમ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે.

માહિતી મુજબ, રાજસ્થાનથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

અકસ્માત બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો સત્તાવાર માહિતી બાદ સ્પષ્ટ થશે.

પ્રશાસને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail