કચ્છના ભુજમાં ભારે ટ્રેલર બેકાબૂ: RTO સર્કલ પાસે પાંચથી વધુ વાહનોને હડફેટે લીધા

ભુજ: કચ્છના ભુજ શહેરમાં RTO સર્કલ નજીક આજે એક ભારે ટ્રેલર બેકાબૂ બનતાં પાંચથી વધુ વાહનોને હડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં કાર, ત્રણ એક્ટિવા અને એક બાઇક સહિત અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.

પોલીસે ટ્રેલર ચાલકને કસ્ટડીમાં લઈને અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail