કુરાલ ચોકડી પાસે અકસ્માતમાં કારના ફૂરચા ઉડ્યા, ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં
વડોદરા: પાદરા-જંબુસર હાઈવે પર કુરાલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્મતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ફૂરચો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં વડુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્મત બાદ કુરાલ ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
વડુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કાર ટ્રક પાછળ કયા સંજોગોમાં ઘૂસી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









