રૂ.500ની 20 હજાર બનાવટી નોટો જપ્ત; 30 લાખમાં વટાવવાની હતી
મુંબઈ: વસઈ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી આવી રહેલી શંકાસ્પદ કારને રોકી તલાશી લેતાં રૂ.1 કરોડની નકલી ચલણી નોટો ઝડપી પાડી.
કારમાંથી રૂ.500ની આશરે 20 હજાર નકલી નોટો મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ આ નોટોનો જથ્થો રૂ.30 લાખમાં બજારમાં વટાવવાની તૈયારીમાં હતા.
પોલીસે એક શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લીધો છે. નકલી નોટો ક્યાં છાપવામાં આવી અને મુંબઈમાં કોને સપ્લાય કરવાની હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
રેકેટના મુખ્ય સૂત્રધાર અને ગુજરાત-મહારાષ્ટ્રમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.









