જળભરાવ-ભૂવા માટે આગોતરું આયોજન, નવા રોડ RCCના બનાવવા ભાર
ગાંધીનગર: ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકાઓ અને મહાનગરપાલિકાઓને સ્વચ્છતા તથા રસ્તાની ગુણવત્તા અંગે કડક સૂચના આપી.
- સ્વચ્છતા નહીં જળવાય તો ગ્રાન્ટ પર પુનર્વિચાર
- ભારે વરસાદમાં જળભરાવ અટકાવવા આગોતરું આયોજન
- ભૂવા અટકાવવા ભૂગર્ભ ડ્રેનેજ-લાઈનોની તપાસ
- શક્ય હોય ત્યાં સુધી RCC રોડ બનાવવા સૂચના
- રસ્તા તૂટે તો જવાબદારી નક્કી કરવા તાકીદ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરોના વિસ્તરણ અને બદલાતી વરસાદી પેટર્નને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ, પાણીના નિકાલ અને રસ્તાઓનું માળખું વધુ મજબૂત બનાવવું જરૂરી છે.
તેમણે પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને બાંધકામમાં ગુણવત્તા તથા લાંબા ગાળાની ટકાઉપણું જળવાય તે માટે સ્થાનિક તંત્રને જવાબદાર બનવા જણાવ્યું.









