મુંબઈ: ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો ₹1,400 કરોડનો IPO આગામી 10 ઓગસ્ટે ખુલશે અને 12 ઓગસ્ટે બંધ થશે. જ્યારે 7 ઓગસ્ટે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ યોજાશે.
કંપનીએ IPO માટે પ્રતિ શેર ₹829થી ₹871નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 શેર માટે અરજી કરી શકશે. કર્મચારીઓને પ્રતિ શેર ₹80નું ડિસ્કાઉન્ટ મળશે.
આ ઇશ્યૂમાં ₹1,400 કરોડના ફ્રેશ શેર ઉપરાંત હાલના શેરધારકો દ્વારા 1.91 કરોડથી વધુ શેરનું ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે.
નાણાકીય વર્ષ 2026ના આધારે કંપનીનો P/E રેશિયો 33.98થી 35.70 વચ્ચે છે, જ્યારે સમકક્ષ કંપનીઓનો સરેરાશ 55.31 છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ 27.06 ટકા સરેરાશ રિટર્ન ઓન નેટવર્થ (RoNW) નોંધાવ્યો છે.
નેટ ઇશ્યૂમાંથી 50 ટકા હિસ્સો QIB રોકાણકારો માટે અનામત રહેશે. તેમાંના મહત્તમ 60 ટકા શેર એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકાશે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે પણ વિશેષ અનામત રાખવામાં આવી છે.
કંપની IPOમાંથી પ્રાપ્ત થનારી મૂડીનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ, મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.









