આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નવા દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ, વિવિધ જિલ્લાઓમાં દેખરેખ વધારાઈ
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10 નવા કોરોના કેસ નોંધાતા કુલ સક્રિય કેસોની સંખ્યા 49 પર પહોંચી છે. નવા કેસોના કારણે કોરોનાની નવી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આંધ્ર પ્રદેશમાં નોંધાયેલા નવા કેસોમાં ગુંટુરમાં 3, એનટીઆર જિલ્લામાં 2 તેમજ અલ્લુરી સીતારામ રાજુ, એલુરુ, કૃષ્ણા, તિરુપતિ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ 24 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 16 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 5 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4 લોકોના મોત નોંધાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પણ કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા છે, પરંતુ મૃત્યુના તમામ બનાવ દક્ષિણ ભારતમાં નોંધાયા છે. વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારી લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.









