જુલાઈમાં રશિયાનો હિસ્સો 55.5%, રોજ 28 લાખ બેરલ ક્રૂડની ખરીદી
નવી દિલ્હી: અમેરિકાની 100% ટેરિફની ધમકી વચ્ચે ભારતે જુલાઈમાં રશિયા પાસેથી રેકોર્ડ પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું.
CREAના અહેવાલ મુજબ, ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો 55.5% રહ્યો. જુલાઈમાં ભારતે દરરોજ સરેરાશ 28 લાખ બેરલ રશિયન ક્રૂડ આયાત કર્યું.
મુંદ્રા, વાડીનાર અને મુંબઈ બંદરો પર રશિયન તેલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
2021માં રશિયાનો ભારતની તેલ આયાતમાં હિસ્સો માત્ર 2.5% હતો. યુદ્ધ બાદ સસ્તું રશિયન ક્રૂડ મળતાં આયાતમાં સતત વધારો થયો છે.
અમેરિકી દબાણ છતાં ભારતે પોતાની ઊર્જા જરૂરિયાત અને આર્થિક ફાયદાને પ્રાથમિકતા આપી રશિયન તેલની ખરીદી ચાલુ રાખી છે.









