એસઆઈટીની ક્લીનચિટ બાદ ચંપત રાયનો પત્ર વાયરલ

9 પાનાના પત્રમાં રામ મંદિર ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થાને લઈને મોટા દાવા

રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનો 9 પાનાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની આંતરિક કામગીરી, નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ અને ઓડિટ અંગે અનેક મહત્વના દાવા કરવામાં આવ્યા છે.

પત્રમાં ચંપત રાયે દાવો કર્યો છે કે ટ્રસ્ટ તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને આવકવેરાની કોઈ ચોરી કરી નથી. GST, TDS, PF, ESI, લેબર સેસ અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના તમામ જરૂરી કર ચૂકવવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા મુજબ ટ્રસ્ટના SBI, PNB અને Bank of Barodaમાં ખાતા છે અને તમામ પેમેન્ટ ઓનલાઈન સિસ્ટમથી કરવામાં આવે છે. ટ્રસ્ટના ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવતી ન હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.

ચંપત રાયે ટ્રસ્ટમાં આંતરિક તથા વૈધાનિક ઓડિટની વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. સાથે જ દરરોજ આશરે 75 હજાર શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરે છે તેવી માહિતી પણ પત્રમાં આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail