પોલીસના દરોડામાં પાંચ શખ્સોની ધરપકડ; રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
રાજકોટ: શહેરના વોર્ડ નં. 1ના ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ અમિત ચૌધરી પોલીસના જુગાર વિરોધી દરોડામાં ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા એક ઓફિસમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં અમિત ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
આ બનાવ બાદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મહિલા કોર્પોરેટરને પક્ષની ટિકિટ કોની ભલામણથી અપાઈ હતી તે મુદ્દે પણ કાર્યકર્તાઓમાં સવાલો ઉઠી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.









