ઓનલાઈન છેતરપીંડીના ભોગ બનેલા લોકો માટે મોટી રાહત

Ministry of Home Affairs દ્વારા એક ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

🔹 ₹50,000 સુધીની ફ્રીઝ થયેલી રકમ તાત્કાલિક પરત મળી શકશે.

🔹 ₹50,000થી વધુ રકમ માટે પોલીસ ફરિયાદ અને અદાલતી આદેશ જરૂરી રહેશે.

🔹 કેટલી રકમ ફ્રીઝ થઈ છે તે પરતફેરની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ રહેશે.

🔹 છેતરપીંડી થતાં જ તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

 ફરિયાદ કર્યા બાદ National Cyber Crime Reporting Portal પરથી મળનાર ખાસ ID (Acknowledgement Number)ના આધારે આગળની કાર્યવાહી થશે.

 સાયબર ફ્રોડનો ભોગ બનતા જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો અને તરત ફરિયાદ નોંધાવવી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ઝડપથી કાર્યવાહી થવાથી રકમ ફ્રીઝ થવાની અને પરત મળવાની શક્યતા વધી જાય છે.

Leave a Comment

Traffic Tail