અમેરિકાના Missouri રાજ્યમાં રવિવારે સવારે સ્કાઈડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતું એક ખાનગી વિમાન ક્રેશ થઈ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
મુખ્ય વિગતો:
- દુર્ઘટના Butler Memorial Airport નજીક બની.
- વિમાન Kansas City થી આશરે 65 માઈલ દક્ષિણ વિસ્તારમાં તૂટી પડ્યું.
- અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11:30 વાગ્યે થયો.
- વિમાનમાં સવાર તમામ 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
- 911 ઈમરજન્સી કૉલ મળ્યા બાદ બચાવ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
🔥 પ્રાથમિક માહિતી અનુસાર વિમાન જમીન પર પડતાં જ આગની લપેટમાં આવી ગયું હતું, જેના કારણે બચાવની શક્યતા રહી નહોતી.
અધિકારીઓ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ટેકનિકલ ખામી, હવામાન અથવા અન્ય સંભવિત કારણો અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.









