135 વર્ષ જૂનો બેન્કિંગ કાયદો બદલાયો : ડિજિટલ રેકોર્ડ હવે પુરાવો બનશે

દેશમાં બેન્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ બની રહી છે ત્યારે 1891ના બેન્કિંગ બુક્સ એવિડન્સ એક્ટમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમો બાદ બેન્કિંગ સંબંધિત કાનૂની વિવાદોમાં કાગળના દસ્તાવેજો ઉપરાંત ડિજિટલ ડેટા અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડને પણ પુરાવા તરીકે માન્યતા મળશે.

નવા કાયદા મુજબ બેન્ક ડિજિટલ રેકોર્ડની સર્ટિફાઇડ કોપી કોર્ટ અથવા સરકારી સત્તા સમક્ષ રજૂ કરી શકશે. આથી લાંબા સમયથી ચાલતી કાગળ આધારિત પુરાવાની વ્યવસ્થામાં મોટો ફેરફાર થશે.

સુધારામાં પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને બેન્ક ગ્રાહકોના ખાતા તથા અન્ય માહિતી સીધી બેન્ક પાસેથી મેળવવાની સત્તા પણ આપવામાં આવી છે. અગાઉ આવી માહિતી મેળવવા કોર્ટની મંજૂરી જરૂરી હતી.

સામાન્ય સ્થિતિમાં બેન્કે ગ્રાહકને તેની માહિતી માગવામાં આવી હોવાની જાણ કરવી પડશે. જોકે નાણાકીય ગુના અથવા રાષ્ટ્રીય સુરક્ષાના મામલે તપાસ ચાલી રહી હોય તો ગ્રાહકને જાણ કરવાની જરૂર રહેશે નહીં.

Leave a Comment

Traffic Tail